Khetivadi

વપરાશના નિયમો · Terms of use

છેલ્લે સુધારી: 18 નવેમ્બર 2026 (આવૃત્તિ 1). Khetivadi એપમાં લૉગ ઇન કરીને તમે આ નિયમો અને ગોપનીયતા નીતિ સ્વીકારો છો.
Last updated 18 November 2026 (version 1). By logging in to the Khetivadi app you accept these terms and the privacy policy.

Khetivadi શું છે · What Khetivadi is

Khetivadi ખેડૂત માટેની હિસાબ-વહી છે: ખેતર, પાક, ખર્ચ, વેચાણ, મજૂરી અને ભાગિયાનો હિસાબ. યાર્ડના ભાવ, હવામાન, પાકનું કામ-કાજ અને સરકારી યોજનાની માહિતી ફક્ત જાણકારી માટે છે.
Khetivadi is a record book for farmers: farms, crops, costs, sales, wages and sharecropper accounts. Market yard prices, weather, crop tasks and scheme information are for guidance only.

કિંમત · Price

પહેલા 6 મહિના Khetivadi મફત છે. પછી ₹125 દર મહિને (કર સાથે) લાગે છે. એપમાં UPI કે કાર્ડથી (Razorpay મારફતે) ભરી શકો, અથવા ઇચ્છો તો Google Play થી. દર મહિને આપમેળે ફરી ભરાય છે; એપમાંથી ગમે ત્યારે બંધ કરી શકો, અને બંધ કરેલો મહિનો પૂરો થાય ત્યાં સુધી એપ ચાલુ રહે. તમારો કાર્ડ નંબર, CVV કે UPI PIN Khetivadi ને ક્યારેય મળતો નથી.
Khetivadi is free for the first 6 months. After that it costs ₹125 a month (including tax). Pay in the app by UPI or card (through Razorpay), or through Google Play if you prefer. It renews every month; stop it any time from the app, and the app keeps working until the end of the month you have paid for. Khetivadi never receives your card number, CVV or UPI PIN.

તમારો હિસાબ · Your records

તમે લખેલો હિસાબ તમારો છે. તેની ચોકસાઈ તમારી જવાબદારી છે. Khetivadi તમારા હિસાબના આંકડા કોઈને બતાવતું નથી, વેચતું નથી કે જાહેરાત માટે વાપરતું નથી.
The records you write are yours, and you are responsible for their accuracy. Khetivadi does not show, sell or use the figures in your records for advertising.

વપરાશની માહિતી · App-use data

લૉગ ઇન કરવા માટે તમે સ્વીકારો છો કે Khetivadi ટીમ તમારો એપ વપરાશ (કયા દિવસે ખોલી, કયું પાનું વાપર્યું, નોંધની ગણતરી, તાલુકો-જિલ્લો, પાકના પ્રકાર) ફક્ત પોતાની અંદર જુએ, એપ સુધારવા અને તમને ઉપયોગી સૂચના મોકલવા. ટીમને તમારું નામ, નંબર કે ગામ દેખાતું નથી, ફક્ત છુપું ID. હિસાબની રકમો મોકલાતી નથી. વિગત ગોપનીયતા નીતિ માં છે. આ ન જોઈએ તો ખાતું કાઢી નાખી શકો.
To log in, you agree that the Khetivadi team may see your app use (which days you opened it, which screens you used, counts of entries, taluka and district, kinds of crops) in-house only, to improve the app and send you useful notices. The team never sees your name, number or village, only a masked ID. Amounts are never sent. Details are in the privacy policy. If you do not want this, you can delete your account.

ભાવ અને સલાહ · Prices and advice

યાર્ડના ભાવ સરકારી ફીડ (Agmarknet) અને ટીમના સુધારા પરથી આવે છે અને મોડા કે ખોટા હોઈ શકે. પાકની સલાહ સામાન્ય છે; દવા કે ખાતર વાપરતાં પહેલાં લેબલ અને સ્થાનિક ખેતીવાડી અધિકારીની સલાહ લો. આ માહિતી પરથી લીધેલા નિર્ણયની જવાબદારી Khetivadi ની નથી.
Yard prices come from the government feed (Agmarknet) and team corrections, and may be late or wrong. Crop advice is general; read the label and ask your local agriculture officer before using any spray or fertiliser. Khetivadi is not responsible for decisions made from this information.

બેકઅપ · Backup

તમારા હિસાબનો ઓનલાઇન બેકઅપ રહે છે. અમે તેને સુરક્ષિત રાખવા પૂરો પ્રયાસ કરીએ છીએ, પણ નેટ, ફોન કે સેવાની ખામીથી ડેટા ખોવાય નહીં તેની ખાતરી આપી શકતા નથી. જરૂરી હિસાબની નકલ (PDF / શેર) પણ રાખો.
Your records are backed up online. We do our best to keep them safe but cannot promise no data is ever lost through network, phone or service faults. Keep a copy (PDF or share) of records that matter.

યોગ્ય ઉપયોગ · Fair use

એપનો ખોટો ઉપયોગ, બીજાના ખાતામાં પ્રવેશ કે સેવાને નુકસાન ન કરો. આવું થાય તો ખાતું બંધ થઈ શકે.
Do not misuse the app, access someone else's account or harm the service. Accounts that do may be closed.

ખાતું બંધ કરવું · Closing your account

ગમે ત્યારે એપમાં સેટિંગ → "ખાતું કાઢી નાખો", અથવા khetivadi.app/delete-account. બધો ઓનલાઇન ડેટા તરત કાઢી નાખવામાં આવે છે.
Any time, in the app at Settings → "Delete account", or at khetivadi.app/delete-account. All online data is deleted at once.

ફેરફાર · Changes

નિયમો બદલાશે તો નવી આવૃત્તિ અહીં તારીખ સાથે મૂકીશું, અને એપ ખોલો ત્યારે તમને ફરી સ્વીકારવા કહેશે.
If these terms change, the new version and its date will appear here, and the app will ask you to accept it the next time you open it.

સંપર્ક · Contact

પ્રશ્ન કે ફરિયાદ માટે: %VITE_SUPPORT_EMAIL%, અથવા એપમાં સેટિંગ → "ટીમને લખો". આ નિયમો ભારતના કાયદા પ્રમાણે છે.
Questions or complaints: write to the address above, or in the app at Settings → "Write to the team". These terms follow the laws of India.

Khetivadi · ગોપનીયતા નીતિ / Privacy · ખાતું કાઢી નાખો / Delete account